હવે તમે ટ્રેન ટિકીટ સસ્તામાં મેળવી શકશો, કેમકે ભારતીય રેલવે પોતાના યાત્રીઓને કેશબેકની ગિફ્ટ આપી રહી છે. હવે ભારતીય રેલવેની સહાયક વેબસાઇટ IRCTC પર ટિકીટ બુક કરાવવા પર તમે 100 ટકા સુધીનું કેશબેક મેળવી શકો છો.
2/5
IRCTCની કેશબેકની ગિફ્ટ તેની સત્તાવાર વેબસાઇટ અને એપ બન્ને પર મળી રહી છે. જો તમે આ ઓફર મેળવવા માંગતા હોય તો IRCTCની વેબસાઇટ પર લૉગીન કરો. તમારી યાત્રાની માહિતી આપો અને પેમેન્ટ કરતી વખતે તમે Mobikwik કે Paytm દ્વારા પેમેન્ટ કરો જેનાથી તમે કેશબેકનો લાભ લઇ શકો છો.
3/5
જો તમે IRCTC એસબીઆઇ કાર્ડ ધારક છો તો AC1, AC11 અને CCની ટિકીટ બુક કરાવવા પર પણ 10 ટકા સુધીનું કેશબેક મેળવી શકો છો.
4/5
IRCTC પર Paytm, PhonePe કે Mobikwik થી પેમેન્ટ કરવાથી તમે આ કેશબેકનો લાભ ઉઠાવી શકો છો. Mobikwik થી પેમેન્ટ કરવાથી 10 ટકા સુધીનું કેશબેક તો વળી, Paytm અને PhonePe થી પેમેન્ટ કરવા પર 100 ટકા સુધીની કેશબેકની ઓફર છે.
5/5
નવી દિલ્હીઃ ભારતીય રેલવે પોતાના મુસાફરો માટે ખુશખબરી લઇને આવ્યું છે, જો તમે ટ્રેનથી મુસાફરી કરતાં હોય તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક છે.