પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સાહનીએ પોતાના ડ્રાઇવર પાસે પિસ્તોલ મંગાવી હતી અને ત્યારબાદ હેડક્વાર્ટરમાં પોતાની જાતને ગોળી મારી દીધી. નોંધનીય છે કે, રાજેશ સાહની 1992માં પીપીએસ સેવામાં આવ્યા હતા. 2013માં તેઓ એડિશનલ પોલીસ અધીક્ષકના પદ પર પ્રમોટ થયા હતા.
2/3
ઉત્તર પ્રદેશ પોલીસમાં રાજેશ સાહનીની ગણતરી કાબેલ અધિકારીઓમાં થતી હતી. ગયા સપ્તાહે તેઓ આઈએસઆઈ એજન્ટ રમેશ સિંહની ધરપકડના ઓપરેશનમાં તેમની મહત્વની ભૂમિકા હતી. આ ઉપરાંત એટીએસમાં કાર્યરત હતા તે સમયે સાહનીએ અનેક મોટા ઓપરેશનને પાર પાડ્યા હતા.
3/3
લખનઉ: ઉત્તર પ્રદેશ એડીએસના એડિશનલ એસપી રાજેશ સાહનીએ ઓફિસમાંજ પિસ્તલથી પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. પોલીસ ટીમ હેડક્વાર્ટર સ્થિત તેમના રૂમમાં પહોંચ્યા તો રાજેશ સાહની જમીન પર પડ્યા હતા અને માથામાં ગોળી વાગેલી હતી. ગોમતીનગર સ્થિત એટીએસ મુખ્યાલય પર બોપરે એક વાગ્યે ઘટના બની હતી. આત્મહત્યાનું કારણ હજુ જાણાવા મળ્યું નથી. આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.