કર્ણાટકમાં કોંગ્રેસ(77) અને જેડી(એસ)(38) અને બીએસપીની એક સીટના સમર્થનથી કુમારસ્વામી મુખ્યમંત્રી બની શક્યા છે અને 104 સીટોવાળી સૌથી મોટી પાર્ટી બીજેપી વિપક્ષમાં છે. આવનારા સમયમાં પેટા-ચુંટણીઓ રાજનીતિક સમીકરણો બદલી શકે છે.
2/5
સિદ્ધુ નયમા ગૌડાના મૃત્યુ બાદ કોંગ્રેસના વિધાનસભ્યોની સંખ્યા ઘટીને 77 થઇ ગઈ છે. આ પહેલા કર્ણાટકમાં 224 સીટોમાંથી 222 સીટો પર ચુંટણી યોજાઈ હતી. એચડી કુમારસ્વામીએ એક સીટ પરથી રાજીનામું આપ્યું, સિદ્ધુનું આકસ્મિક મોત થવાથી અને બે સીટો ચુંટણી ન થવાથી કર્ણાટકમાં કુલ ચાર સીટો ખાલી પડી છે.
3/5
તેઓ કારથી બગલકોટ, કર્ણાટક સ્થિત એમના ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં જ કોઈ ટ્રકે તુલસીગીરી પાસે તેમની કારને ટક્કર મારી હતી. હાલમાં જ થયેલી કર્ણાટક ચુંટણીમાં તેમને બીજેપીના ઉમેદવાર શ્રીકાંત સુબ્બારાવ કુલકર્ણીને 2500 વોટથી હરાવ્યા હતા.
4/5
આ દરમિયાન જ એમની કારને અકસ્માત નડ્યો હતો. 69 વર્ષીય સિદ્ધુ નયમા ગૌડા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા અને હાલમાં જ જામખંડી સીટ પરથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
5/5
બેંગલોર: કર્ણાટક કોંગ્રેસના વિધાનસભ્ય સિદ્ધુ નયમા ગૌડાનું સોમવારે એક અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મીડિયાના જણાવ્યા પ્રમાણે સિદ્ધુ નયમા ગૌડાનું ગોવાથી કર્ણાટક કારમાં જઈ રહ્યા હતા.