શોધખોળ કરો
કર્ણાટકના ઈગલટન રિસોર્ટમાં કૉંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારી, જાણો વિગત
1/3

અહેવાલ મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય જે.એન. ગણેશે પોતાના સાથી આનંદ સિંહના માથામાં બોટલ મારી દેતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે દિવસથી ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડે નહીં તેની બીકે કોંગ્રેસ દ્વારા આ રિસોર્ટમાં તમામ ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા.
2/3

આ પહેલા કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરએ ભારતીય જનતા પાર્ટી પર ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ મૂક્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે બેંગલુરૂના ઇગલટન રિસોર્ટમાં મારામારી થઈ હતી. આ એ જ ઇગલટન રિસોર્ટ છે, જ્યાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ ખરીદી ન લે તેના ડરે કોંગ્રેસે ધારાસભ્યને રાખ્યા હતા.
Published at : 20 Jan 2019 07:46 PM (IST)
View More




















