તિરુવનતંપુરમના કે.એસ. બાલાગોપાલે આ રજિસ્ટ્રેશન નંબર ખરીદ્યો હતો. હરાજીની શરૂઆત 500 રૂપિયાથી થઈ હતી. બાલાગોપાલે 30 લાખ રૂપિયાની સાથે બોલી જીતી અને અરજી માટે વધારાના એક લાખ રૂપિયાની સાથે નંબર મેળવ્યો હતો. પહેલા આ રેકોર્ડ હરિયાણાના એક વ્યક્તિના નામે હતો. તેણે મર્સિડીઝ બેન્ઝના એસ ક્લાસ મોડલ માટે 26 લાખ રૂપિયામાં નંબર ખરીદ્યો હતો.
2/3
2017માં પણ બાલાગોપાલે તેની ટોયોટા લેન્ડ ક્રૂઝર માટે 19 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે સમયે બાલાગોપાલે KL-01CB-1 ખરીદ્યો હતો. બાલાગોપાલ જાણીતી દવા કંપની દેવી ફાર્માના માલિક છે. તેમના ગેરેજમાં અનેક લકઝરી કાર છે.
3/3
નવી દિલ્હીઃ કાર કે બાઇકનો મનપસંદ નંબર મેળવવા માટે લોકો હજારો રૂપિયા ખર્ચ કરતા હોય છે. કેરળના રહેવાસી એક વ્યક્તિએ તેની કાર પોર્શે 718 Boxsterના મનપંસદ નંબર માટે 31 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આ રજિસ્ટ્રેનનો નંબર KJ-01CK-1 છે. જે અત્યાર સુધી કોઇ રાજ્ય કે ભારતમાં કોઇ પણ નંબર પ્લેટ માટે આપવામાં આવેલી સૌથી વધારે કિંમત છે.