નોંધનીય છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં પૂણે બેઠક પર ભાજપના ઉમેદવાર અનિલ શિરોલેએ ત્રણ લાખથી વધુના મતોથી જીત મેળવી હતી. પાર્ટીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્થાનિક ચૂંટણીઓમાં તમામ ઉમેદવારો બદલી દીધા હતા અને પાર્ટીને તેનો ફાયદો પણ મળ્યો હતો.
2/3
મુંબઇઃ બોલિવૂની જાણીતી એક્ટ્રેસ માધુરી દીક્ષિતને ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં પૂણે બેઠક પરથી મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે આ વર્ષના જૂન મહિનામાં મુંબઇ સ્થિત માધુરીના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી. શાહે આ મુલાકાત પાર્ટીના સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ કરી હતી.
3/3
ભાજપ પાર્ટીના એક સૂત્રેએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, માધુરી દીક્ષિતનું નામ પૂણે લોકસભા બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. પાર્ટી તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં પૂણે બેઠક પરથી ઉમેદવાર બનાવવા પર ગંભીરતાથી વિચારી રહી છે. ભાજપના નેતાએ કહ્યુ કે, પાર્ટી અનેક લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયામાં છે. 51 વર્ષીય એક્ટ્રેસ માધુરીએ તેજાબ, હમ આપકે હૈ કૌન, દિલ તો પાગલ હૈ, દેવદાસ, સાજન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.