અમિત શાહે આ દરમિયાન માધુરીને નરેંદ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું. રાજ્યના એક વરિષ્ઠ નેતાએ ગુરૂવારે જણાવ્યું કે માધુરીનું નામ પૂણા લોકસભા બેઠક માટે પસંદ કરાયું છે. તેમણે કહ્યું, પાર્ટી 2019 લોકસભા ચૂંટણીમાં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. અમારૂ માનવું છે કે પુણે લોકસભા બેઠક તેમના માટે યોગ્ય રહશે.
2/3
51 વર્ષની માધુરી દિક્ષીતે અનેક હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો છે જેમાં હમ આપકે હે કૌન, દિલ તો પાગલ હે, સાજન, તેજાબ અને દેવદાસ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.
3/3
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અને ધક ધક ગર્લના નામે જાણીતી માધુરી દીક્ષિતને 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પુણાથી મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહ્યું છે. આ જાણકારી પાર્ટીના સુત્રોએ આપી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ વર્ષે જ જૂનાં માધુરી દીક્ષિત સાથે મુંબઈ સ્થિત તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. અમિત શાહ સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ મુંબઈ પહોંચ્યા હતા.