મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના પૂત્ર જય વર્ધન સિંહને ગુના જિલ્લા અંતર્ગત આવતી પારંપારિક વિધાનસભા સીટ રાઘોગઢથી ટિકિટ મળી છે.કૉંગ્રેસે મોટાભાગના ધારાસભ્યોને ફરી તક આપી છે. આ લિસ્ટમાં યુવાઓને પણ તક આપવામાં આવી છે. લગભગ 22 જેટલી મહિલા ઉમેદવાર પણ આ યાદીમાં સામેલ છે. આ પહેલા શુક્રવારે ભારતીય જનતા પાર્ટીઓ 177 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.
6/6
ભોપાલ: મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેને લઈને કૉંગ્રેસે આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કૉંગ્રેસે 155 બેઠકો પર ઉમેદાવારોના નામ જાહેર કર્યા છે. કૉંગ્રેસની આ યાદીમાં દિગ્વિજય, કમલનાથ, સિંધિયા તમામના સર્મથકોને સરખી ટિકિટ મળી છે. ભાજપની અપેક્ષાએ કૉંગ્રેસની યાદી સંતુલિત ગણવામાં આવી રહી છે.