નંદુરબાર: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં મંગળવારે નર્મદા નદીમાં એક બોટ ડૂબી જતાં 6 લોકોના મોત થયા છે. બોટમાં 60 લોકો સવાર હતા. એક અધિકારીએ જણાવ્યું છે અત્યાર સુધી 36 લોકોને બચાવી લેવાયા છે અને તેમને સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારી અનુસાર બોટમાં સવાર લોકો ઉત્તરાયણના પર્વ પર પૂજા કરવા માટે જઈ રહ્યાં હતા. ત્યારે આ દુર્ઘટના બની.
2/5
3/5
જિલ્લા કલેક્ટર અનુસાર બોટમાં 60 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 36 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. બોટ પર બોટની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ. નર્મદા નદીમાં પાણીનું વહેણ ઝડપી હોવાથી કેટલાક લોકો તણાઇ ગયા છે. આશંકા છે કે ઝડપી વહેણના કારણે કેટલાક લોકો વહીને દુર નીકળી હયા હશે જેના કારણે લોકોને તેઓને શોધવું મુશ્કેલ બની ગયું છે.
4/5
પોલીસે જણાવ્યું કે મૃતકો ઉત્તર મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારના નદી કિનારે સ્થિત ગામડાના નિવાસી હતા. તેઓએ કહ્યું કે બોટની ક્ષમતાથી વધુ લોકો સવાર હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ.
5/5
ઘટનાની જાણ થતાંજ પોલીસ અને પ્રશાસનના લોકો રાહત અને બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થાનીય લોકોની મદદથી અત્યાર સુધી 6 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ મૃતદેહો બાળકોના છે જેમની ઉંમર 5 થી 12 વર્ષની વચ્ચેની છે.