ઉલ્લેખનીય છે કે લપંગ પહેલવાર 1992માં મેઘાલયના મુખ્યમંત્રી બન્યા હતા, તેના બાદ 2003, 2007 અને 2009માં મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે.
2/4
અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટી મેઘાલયના પ્રભારી મહાસચિવ લુઇચિન્હો ફલેરોએ કહ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી લપાંગને મળ્યા નથી. જ્યાં મેઘાલય પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ સેલિસ્ટિન લિંગ્દોહએ લપાંગના રાજીનામા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.
3/4
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગુરુવાર રાત્રે સુપરત કરેલા રાજીનામામાં લપાંગે કહ્યું કે, “મને લાગે છે કે વરિષ્ઠ અને દિગ્ગજ લોકોની સેવા અને યોગદાન પાર્ટીને ઉપયોગી રહ્યા નથી. તેથી આ અનિચ્છા અને ભારે મનથી રાજીનામું આપી રહ્યો છું. ” મેઘાલય પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પૂર્વ પ્રમુખે અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટી પર વરિષ્ઠ અને વયોવૃદ્ધ લોકોને દૂર કરવાન નીતિ પર ચાલવાનો આરોપ લગાવ્યો છે.
4/4
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં મેઘાલયમાં કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મેઘાલયના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા વરિષ્ઠ નેતા ડોનવા ડેથવેલ્સન લપાંગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. લપાંગે પાર્ટી નેતૃત્વ પર વરિષ્ઠ નેતાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે.