Bharuch Crime: દુષ્કર્મ પીડિતા ભરુચની નિર્ભયા આઠ દિવસ બાદ હારી જિંદગીનો જંગ | Abp Asmita
ઝઘડિયાની દુષ્કર્મની ઘટનાએ રાજ્યના લોકોની સંવેદના ઝંઝોળી દીધી છે. દિલ્લીના નિર્ભયાકાંડ જેવી ગુજરાતની આ ઘટનાથી લોકોમાં આક્રોશ છે. દુષ્કર્મની પીડિતાએ જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઇ રહી છે અને આખરે તે જિંદગીની જંગ હારી ગઇ છે. બાળકીએ હોસ્પિટલમાં સારવારના 8માં દિવસે દમ તોડ્યો.
સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઝઘડિયામાં 16 ડિસેમ્બરે બનેલીએ ઘટનાએ આખા રાજ્યમાં ચકચાર મચાવી છે. 16 ડિસેમ્બરની બપોરે પાડોશમાં રહેતો યુવાન 10 વર્ષીય સગીરાને અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જયાં બાળકી સાથે તેમણે દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ તેણે ક્રૂરતાની હદ વટાવતા માસૂમના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં બાળકીને તાબડતોબ ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાદ સ્થિતિમાં કોઇ સુધાર ન થતાં તેને વડોદરા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. માસૂમ પર દુષ્કર્મ અને ત્યારબાદ તેના મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.