Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: જાણીતા સિંગર શાન મુંબઈના બાંદ્રામાં જે બિલ્ડિંગમાં રહે છે, તેમાં ભીષણ આગ લાગી હતી. આ બ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.
Shaan Building Caught Fire: મુંબઈના બાંદ્રા સ્થિત બોલિવૂડ સિંગર શાનની બિલ્ડિંગમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હતી. જો કે, ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કરી દીધું હતું, જે બાદ થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
Shaan Building Caught Fire: બોલિવૂડ સિંગર શાનની બિલ્ડિંગમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી. મુંબઈના બાંદ્રા સ્થિત બિલ્ડિંગમાં આગ લાગી હતી. માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હતી.
#WATCH | Mumbai, Maharashtra: Fire broke out in singer Shaan's residential building. Fire tenders on the spot. Further details awaited. pic.twitter.com/qWsmCggrf8
— ANI (@ANI) December 23, 2024
ન્યૂઝ એજન્સી ANIએ શાનની બિલ્ડિંગનો વીડિયો શેર કર્યો છે. તે જોઈ શકાય છે કે, બિલ્ડિંગના એક એપાર્ટમેન્ટની બારીમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. ઘટનાસ્થળે ફાયર ફાયટર અને ફાયર બ્રિગેડ આગ ઓલવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે શાને તેની બિલ્ડિંગમાં લાગેલી આગને લઈને હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.
શાનનો વર્કફ્રન્ટ
ઉલ્લેખનિય છે કે, શાન 2000 ના દાયકાના તેના રોમેન્ટિક ગીતો માટે જાણીતો છે. તાજેતરમાં, તેણે શાહરૂખ ખાન દ્વારા ડબ કરેલી હોલીવુડ મ્યુઝિકલ ફિલ્મ 'મુફાસાઃ ધ લાયન કિંગ'ના ઘણા ટ્રેક્સને પોતાનો અવાજ આપ્યો છે. આ પહેલા તેણે જુનૈદ ખાનની ફિલ્મ 'મહારાજ', કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન', 'ઝીરો સે રિસ્ટાર્ટ' અને તાજેતરની ઘણી ફિલ્મો માટે ગીતો ગાયા છે, જેને દર્શકોએ ખૂબ વખાણ્યા હતા.
શાનનાં હિટ બોલિવૂડ ગીતો
શાને બોલિવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં 'પ્યાર મેં કભી કભી' (1999), 'બસ ઇતના સા ખ્વાબ હૈ' (2001), 'દિલ ચાહતા હૈ' (2001), 'કાંટે' (2002), 'ઝંકાર બીટ્સ' (2003), 'બસ ઇતના સા ખ્વાબ હૈ' (2001) નો સમાવેશ થાય છે. મુન્નાભાઈ 'M.B.B.S' (2003), 'કોઈ મિલ ગયા' (2003), 'કલ હો ના હો' (2003), 'લક્ષ્ય' (2004) અને 'હમ તુમ' (2004).
આ પણ વાંચો
અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો