દરરોજ લગભગ 1200 રજિસ્ટ્રેશન થયા, અમરનાથ શ્રાઇન બોર્ડના સીઇઓએ કહ્યું કે, યાત્રા માટે મોટા ભાગાના લોકોએ બેન્કોમાંથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. બહારના વ્યક્તિ કે એજન્ટ દ્વારા છેતરપિંડી થઇ શકે છે. અમે 1લી માર્ચે દેશની જુદીજુદી બેન્કોની 440 બ્રાન્ચોમાં આ પ્રક્રિયા શરૂ કરી હતી. રજિસ્ટ્રેશન કરાવવા વાળાઓમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણાના યાત્રીઓની સંખ્યા વધુ છે.
2/6
ઉલ્લેખનીય છે કે, અમરનાથ યાત્રા માટે બુધવારે જમ્મુના ભગવતી નગર બેસ કેમ્પથી શ્રદ્ધાળુઓને પહેલું ગ્રુપ રવાનું થઇ ગયું છે. આ પહેલા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એનએન વોહરાએ સુરક્ષાદળોની સાથે બેઠક કરી. આ વખતે અમરનાથ યાત્રા 40 દિવસ ચાલશે અને 26 ઓગસ્ટે પુરી થઇ જશે.
3/6
ઓડિયોમાં સંભળાઇ રહેલો અવાજ આતંકવાદી સમુહના કમાન્ડર રિયાઝ નાઇકુનો હોવાનો કહેવાઇ રહ્યો છે, જોકે આ ઓડિયોની ખરાઇ કે પુષ્ટી નથી થઇ શકી. વૉટ્સએપ પર પ્રસારિત થયેલી 15 મિનીટની આ ક્લિપની સાથે નાઇકુની તસવીર છે.
4/6
અમરનાથ યાત્રા માટે અત્યાર સુધી 2 લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. યાત્રા રવાના થતી વખતે જમ્મુ સેક્ટરના સીઆરપીએફ આઇજીએ જણાવયું કે, સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, અમે નવી ટેકનિક અને ગાડીઓનો વપરાશ કરી રહ્યાં છે.
5/6
રજૂ કરાયેલા વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે, શ્રદ્ધાળુઓ ત્યાં સુધી ડરવાની જરૂર નથી જ્યાં સુધી તે કાશ્મીરમાં પોતાના ધાર્મિક કર્તવ્યોને પુરા કરવા આવી રહ્યાં છે
6/6
શ્રીનગરઃ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે પહેલું ગ્રુપ રવાના થઇ ગયું છે. અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ખતરાને જોતા સુરક્ષાદળો પુરેપુરી રીતે તૈયાર થઇ ગયા છે, પણ આ પહેલા હિઝબૂલ મુઝાહિદ્દીનને એક વીડિયો રજૂ કરીને કહ્યું કે, તે અમરનાથ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ પર હુમલો નહીં કરે.