શોધખોળ કરો

સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ

Surat Rain: સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. વેસુના શુભમ ભાર્ગવ આવાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ત્રાસેલા રહીશોએ રોડ ચક્કાજામ કરી 'SMC જાગો'ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં વરસાદે પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલતા રોષ.
  • વેસુ આવાસમાં ઘૂંટણસમા પાણી ભરાતા રહીશોએ ચક્કાજામ કર્યો.
  • VIP રોડની દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું.
  • ઉધના રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો અટવાયા.

Surat Rain: સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. વેસુના શુભમ ભાર્ગવ આવાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ત્રાસેલા રહીશોએ રોડ ચક્કાજામ કરી 'SMC જાગો'ના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, VIP રોડ પર આવેલી દુકાનો-કેન્ટીનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થયું છે, જ્યારે ઉધના રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા છે.

વેસુમાં પાલિકા સામે આક્રોશ: રોડ પર બેસીને SMC સામે વિરોધ પ્રદર્શન

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા શુભમ ભાર્ગવ આવાસમાં સામાન્ય વરસાદને કારણે સમગ્ર પરિસર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે. છેલ્લા 5 થી 6 વર્ષથી સર્જાતી આ કાયમી સમસ્યાથી ત્રાસીને આવાસના રહીશો આખરે રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોડ પર ઘૂંટણસમા પાણીમાં બેસીને લોકોએ ચક્કાજામ કર્યો હતો અને સુરત મહાનગરપાલિકા (SMC) સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારીઓએ "મહાનગરપાલિકા હાય હાય" અને "જાગો જાગો SMC જાગો" ના નારા લગાવી રોડ બંધ કરી દીધો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વખતે થોડા જ વરસાદમાં અહીં ગૂંટણસમા પાણી ભરાઈ જાય છે અને મનપામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.

આ પણ વાંચો...ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

VIP રોડ પર કેન્ટીનો અને દુકાનોમાં પાણી ભરાતા મોટું નુકસાન

બીજી તરફ વેસુ VIP રોડ પર આવેલી ભગવાન મહાવીર કોલેજ બહાર મુખ્ય રોડ પર આવેલી કેન્ટીનો અને અન્ય દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે વારંવાર અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. આ સામાન્ય વરસાદમાં પણ અલગ-અલગ દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ઉધના રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ, રાહદારીઓ અટવાયા

વહેલી સવારે વરસેલા વરસાદના કારણે ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને એક છેડેથી બીજા છેડે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા આ જળબંબાકારની સ્થિતિમાંથી મુક્તિ અપાવવા માટે વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી રહી છે.

Frequently Asked Questions

સુરતમાં વહેલી સવારના વરસાદની મુખ્ય અસર શું હતી?

વરસાદે SMCની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી. વેસુમાં પાણી ભરાયા, VIP રોડ પર દુકાનોને નુકસાન થયું, અને ઉધના ગરનાળું પણ પાણીમાં ગરકાવ થયું.

વેસુના શુભમ ભાર્ગવ આવાસના રહીશોએ શા માટે વિરોધ પ્રદર્શન કર્યું?

સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી કાયમી સમસ્યાનો સામનો કરી રહેલા રહીશોએ SMC સામે રોડ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.

VIP રોડ પરની દુકાનોમાં પાણી ભરાવાનું કારણ શું હતું?

VIP રોડ પર આવેલી દુકાનો-કેન્ટીનોમાં યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું.

ઉધના રેલવે ગરનાળામાં પાણી ભરાવાને કારણે શું સમસ્યા સર્જાઈ?

ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો અને રાહદારીઓને એક છેડેથી બીજા છેડે જવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Embed widget