નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના પોતાના મનસુબાને સફળ કરાવવા માટે આતંકીઓએ દરેક હદોને પાર કરી દીધી છે. પહેલા સામાન્ય નાગરિકો અને સેનાના અધિકારીઓને નિશાન બનાવ્યા બાદ હવે આતંકીઓના નિશાના પર પોલીસકર્મીઓના પરિવારજનો અને સંબંધીઓ આવી ગયા છે.
3/5
ઉલ્લેખનીય છે કે, આતંકીઓએ આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો જ્યારે એનઆઇએએ આતંકવાદી સૈયદ સલાઉદ્દીનના બીજા પુત્રની ધરપકડ કરી, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ ગુરુવારે સવારે શ્રીનગરથી હિઝબૂલ મુઝાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહેમદના તેના ઘરે જ ઘરપકડ કરાઇ, આ ધરપકડ આતંકી ફન્ડિંગના મામલે કરવામાં આવી હતી.
4/5
શુક્રવાર સુધી આતંકીઓએ લગભગ 8 લોકોનું અપહરણ કરી લીધું છે, જે આઠ લોકોને કિડનેપ કરવામાં આવ્યા છે તે બધા પોલીસકર્મીઓના સંબંધીઓ છે. આમાં પોલીસકર્મીઓના પુત્રો અને ભાઇઓ પણ સામેલ છે. પોલીસે બધાને શોધવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.
5/5
જોકે, આ વિશે હજુ સુધી પોલીસ વાળાઓએ કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી અને કહ્યું કે, તે અપહકણ કરવાને લગતા રિપોર્ટ્સની તપાસ કરી રહી છે.