સિહોરના પૂર્વ ધારાસભ્ય સક્સેનાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 'આ વિશે કૃષિ રાજ્યમંત્રી પાટીદારે કહ્યું કે, 'આમાં કંઇ જ ખરાબ નથી. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહત મળશે અને આનાથી ખેડૂતો અંદરથી મજૂબૂત થશે.'
3/6
પૂર્વ ધારાસભ્યએ એક વીડિયો અપીલ કરીને ખેડૂતોને કહ્યું, 'વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આગામી ચાર-પાંચ દિવસ સુધી કુદરતી આફતનો પ્રકોપ રહેશે. વરસાદી ઝાપટાં આવશે. આ આફતનો એકમાત્ર ઉપાય છે હનુમાન ચાલીસા. બધા ખેડૂત ભાઇઓને નિવેદન છે કે દરરોજ એક કલાક હનુમાન ચાલીસાનો પાઠ કરે, આ સિવાય કોઇ અન્ય રસ્તો નથી.'
4/6
ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતા રમેશ સક્સેનાએ ખેડૂતોને કહ્યું કે, પાકને કુદરતી આફતોથી થતાં નુકશાનીમાંથી બચાવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ચોંકાવનારી વાત એ છે કે તેમના આ નિવેદનને કૃષિમંત્રીએ પણ સમર્થન આપ્યું હતું.
5/6
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, રાજ્યના કૃષિ રાજ્ય મંત્રી બાલકૃષ્ણ પાટીદારે ભાજપ નેતા રમેશ સક્સેનાના નિવેદનનું સમર્થન કર્યું છે, પાટીદારે કહ્યું કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ખેડૂતો 'અંદરથી મજબૂત' થશે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડવાથી પાકને ભારે નુકશાન થયું છે, પણ રાજ્યના ભાજપ નેતા આવા નિવેદન આપીને ખેડૂતો પ્રતિ અસંવેદનશીલતાની હદ વટાવી રહ્યાં છે.
6/6
ભોપાલઃ પીએમ મોદી ભલે ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ આપવાના ગુણગાન ગાઇ રહ્યાં હોય, પણ મધ્યપ્રદેશના ભાજપના નેતા તો ખેડૂતોને કુદરતી આફતોના કેરથી બચાવવા માટે ભગવાન ભરોસે રહેવા સલાહ આપી રહ્યાં છે.