કોર્ટના આદેશ પર પોલીસે આરોપીઓ વિરૂદ્ધ દુષ્કર્મ, દહેજ એક્ટ અને પ્રતાડિત કલમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. આ જ મામલે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો કે લિવ ઇન રિલેશનશિપમાં હોવાને કારણે બન્ને વચ્ચે સંમતિથી સંબંધ બંધાયા હતા. જોકે કોર્ટે પહેલાના આદેશને ટાંકીને દાખલ અરજીને ફગાવી દીધી હતી.
2/5
સ્પર્ધાત્મક પરીક્ષામાં મહિલાનું સિલેક્શન થઈ ગયું અને તેના મંગેતરનું ન થયું, ત્યાર બાદ સંદીપ અનેતેના માતા-પિતા દહેજમાં 10 લાખ રૂપિયા અને એક કારની માગ કરવા લાગ્યા.
3/5
જબલપુરઃ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના જસ્ટિસ એસકે પાલોએ એક મહત્ત્વનો આદેશ આપતા કહ્યું કે, લગ્નનું વચન આપીને સંમતિ સાથે સેક્સ માણ્યા બાદ ફરી જવું એ પણ દુષ્કર્મની શ્રેણીમાં આવે છે. મહિલા અને યુવક ભલે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો પણ આ લાગુ પડે છે. તેની સાથે જ કોર્ટે આરોપિ અને માતા-પિતા તરફથી કરવામાં આવેલ અરજીને ફગાવી દેવામાં આવી છે.
4/5
અરજીકર્તા જબલપુર નિવાસી સંદીપ અને તેના માતા-પિતા તરફથી દાખલ કરવામાં આવેલ અરજીમાં દહેજ અધિનિયમ સહિત દુષ્કર્મની કલમ અંતર્ગત અરજી દાખલ કરવાના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આદેશ અનુસાર, પીડિત મહિલા અને સંદીપની 2016માં એક કોચિંગ સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં સમયે મુલાકાત થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને તેના માતા-પિતાએ સમારોહનું આયોજન કરી તેની સગાઈ કરાવી હતી. ત્યાર બાદ તે પતિ-પત્નીની જેમ રહેતા હતા.
5/5
પીડિત મહિલાએ સંબંધિત વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસમાં લેખિત ફરીયાદ આપી, પરંતુ કોઈ કાર્રવાઈ કરવામાં ન આવી તો મહિલાએ જિલ્લા કોર્ટમાં અરજી કરી. સેશન્સ કોર્ટના જજે આરોપિએ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા.