IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
India vs Australia 3rd Test:ભારતીય ટીમે બીજા દાવમાં 8/0નો સ્કૉર બનાવ્યો હતો. ટ્રેવિસ હેડને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો

India vs Australia 3rd Test ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી (BGT) 2024-25ની ત્રીજી મેચ ડ્રૉમાં સમાપ્ત થઈ. આજે (18 ડિસેમ્બર) બ્રિસ્બેનના ગાબા ખાતે મેચનો છેલ્લો અને પાંચમો દિવસ હતો. પહેલા ખરાબ લાઇટ અને પછી વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી હતી. આ પછી બંને કેપ્ટનની સહમતિથી આ મેચ ડ્રૉ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે મેચ અટકી ત્યારે યશસ્વી જાયસ્વાલ (4) અને કેએલ રાહુલ (4) ક્રિઝ પર હતા. જ્યારે ભારતીય ટીમે બીજા દાવમાં 8/0નો સ્કૉર બનાવ્યો હતો. ટ્રેવિસ હેડને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેણે પ્રથમ ઇનિંગમાં શાનદાર 151 રન બનાવ્યા હતા. 5 મેચોની આ સીરીઝ 1-1 થી બરાબર છે. સીરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં 26 ડિસેમ્બર (બૉક્સિંગ-ડે ટેસ્ટ)થી રમાશે.
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 89/7 પર ડિકલેર કર્યો હતો. આ રીતે ભારતને 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેને 54 ઓવરમાં (ન્યૂનતમ) પૂરો કરવાનો હતો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા, પર્થમાં BGT સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી, જ્યારે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીત મેળવી હતી.
જો જોવામાં આવે તો અગાઉ બ્રિસ્બેન ગાબા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાત ટેસ્ટ રમાઈ હતી. આ દરમિયાન ભારતીય ટીમ 5 મેચ હારી છે અને એક મેચ ડ્રૉ પણ રહી છે. ગાબા ખાતે ભારતીય ટીમની એકમાત્ર ટેસ્ટ જીત જાન્યુઆરી 2021માં હતી. ત્યારબાદ તેણે અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 89 રન પર ડિકલેર કર્યો હતો. ત્યાં સુધીમાં તેની 7 વિકેટ પડી ગઈ હતી. બીજા દાવમાં પણ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાંચમા દિવસે જસપ્રીત બુમરાહે ખૂબ જ ઝડપથી ઉસ્માન ખ્વાજાને 8 રન પર ક્લીન બૉલ્ડ કર્યો હતો. આના થોડા સમય પછી બુમરાહનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો અને તેણે માર્નસ લાબુશેન (1)ને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યારપછી આકાશ દીપે તેની પહેલી જ ઓવરમાં નાથન મેકસ્વિની (4)ને પંતના હાથે કેચ કરાવ્યો. થોડા સમય બાદ આકાશે પણ મિચેલ માર્શ (2)ને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 28/4 થઈ ગયો.
Australia and India will head to the MCG 1-1, with the Gabba Test ending in a draw: https://t.co/VLfnRvwOHH#AUSvIND pic.twitter.com/F5LTNnuh2s
— cricket.com.au (@cricketcomau) December 18, 2024
આ પછી સ્ટીવ સ્મિથે મોહમ્મદ સિરાજના બૉલ પર ચોગ્ગો ફટકારીને પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો, પરંતુ તે પછીના જ બૉલ પર ફ્લિક કરવાનો પ્રયાસ કરતા પંતના હાથે કેચ આઉટ થયો. આ રીતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 33/5 થઈ ગયો.
ટ્રેવિસ હેડ સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે પણ પોતાની ઈનિંગ્સને લાંબી લંબાવી શક્યો ન હતો અને 17 રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. હેડ પછી આવેલા કેપ્ટન પેટ કમિન્સે 10 બોલમાં 22 રનની શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ તે બુમરાહના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. બીજી ઈનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 3 જ્યારે મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે 2-2 વિકેટ ઝડપી હતી.
Akash Deep makes sure India avoid the follow-on and then smashes Pat Cummins into the second level!#AUSvIND pic.twitter.com/HIu86M7BNW
— cricket.com.au (@cricketcomau) December 17, 2024
વિકેટનું પતન: - 1-11 (ઉસ્માન ખ્વાજા, 2.4 ઓવ), 2-16 (માર્નસ લેબુશેન, 6.1 ઓવ), 3-16 (નાથન મેકસ્વિની, 7.3 ઓવ), 4-28 (મિશેલ માર્શ, 9.5 ઓવ), 5- 33 (સ્ટીવ સ્મિથ, 10.6 ઓવ), 6-60 (ટ્રેવિસ હેડ, 14.4 ઓવ), 7-85 (પેટ કમિન્સ, 17.1 ઓવર)
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
