એનડીએની આ જીતમાં સૌથી મોટું યોગદાન બીજેડીનું રહ્યું જેણે તમામ મતભેદો હોવા છતાં એનડીએના ઉમેદવારને મત આપ્યો.
2/3
નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યસભાના વાઈસ ચેરમેનની ચૂંટણીમાં સત્તાધારી ભાજપે પોતાના ઉમેવદારની જીતની સાથે જ ફરી એક વખત વિપક્ષની એકતાને ખંડિત કીર છે. એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહને 125 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બીકે હરિપ્રસાદને માત્ર 105 મત મળ્યા છે.
3/3
આ રીતે એનડીએએ યૂપીએના ઉમેદવારને 20 મતથી હરાવ્યા છે. રાજ્યસભામાં હાલમાં 244 સાંસદ છે, પરંતુ 230 સાંસદોએ જ વોટિંગમાં ભાગ લીધો હતો. એનડીએના ઉમેદવારને બહુમતના આંકડા 115થી 10 વોટ વધારે મળ્યા.