ઉલ્લેખનીય છે કે, નીતિન ગડકરીએ થોડા સમય પહેલા વજન ઘટાડવા માટે ઓપરેશન પણ કરાવ્યું હતું. નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યાં છે. હાલ તેઓ નાગપુરથી સાંસદ છે.
3/5
આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વિટ કરીને નિતિન ગડકરીના જલદી સાજા થઈ જવા માટે શુભેચ્છા પણ પાઠવી હતી. લોહીમાં સુગરનું પ્રમાણ ઘટી જતાં નીતિન ગડકરી સ્ટેજ પર બેભાન થઈ ગયા હતાં જોકે હાલ તેમની તબિયત સારી છે. ડોક્ટરની ટીમે મારી સારવાર કરી અને તેમની તબિયત હાલ સુધારા પર છે તેવું નીતિન ગડકરીએ ટ્વિટ કર્યું છે.
4/5
કેન્દ્રીય પોર્ટ અને રોડ મંત્રી નીતિન ગડકરી અહમદનગરમાં મહાત્મા ફુલે કૃષિ યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. તેઓ રાષ્ટ્રગીત ગાવા ઉભા થઈ રહ્યાં હતાં તે દરમિયાન અચાનક જ સ્ટેજ પર બેભાન થઈ ગયાં હતાં.
5/5
મુંબઈ: મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની અચાનક તબિયત બગડતાં સ્ટેજ પર જ બેભાન થઈ ગયાં હતાં. નીતિન ગડકરી બેભાન થઈ ગયાં ત્યારે રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવ ત્યાં હાજર હતાં. ગવર્નરે જ નીતિન ગડકરીને સંભાળ્યા હતાં. કેન્દ્રીય મંત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.