રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારને પાર્ટીના હિતમાં કોઈપણ નિર્ણય લેવા માટે અધિકૃત કરવાના સંબંધે પણ પ્રસ્તાવ પાસ કરાયો છે.
2/4
આ સાથે જ એક દેશ-એક ચૂંટણીના મુદ્દે પણ તેઓ ભાજપનું સમર્થન કરશે તેવું નક્કી કર્યું છે. જોકે JDUએ નાગરિક સંશોધન ખરડાના મુદ્દે સંસદની અંદર ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
3/4
રવિવારે બિહારના CM અને JDUના પ્રમુખ નીતિશ કુમારની અધ્યક્ષતામાં પહેલી વખત દિલ્હીમાં પાર્ટીની બેઠક મળી હતી. રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નીતિશ કુમારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સાથે જ મળીને ચૂંટણી લડશે તેવા નિર્દેશ આપ્યાં છે.
4/4
નવી દિલ્હીઃ બિહારમાં સીટોની વ્હેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ પૂર્ણ થતી હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે નવી દિલ્હીમાં JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. સૂત્રો પ્રમાણે 2019માં ભાજપ-JDU વચ્ચે ગઠબંધન યથાવત્ રહેશે તેમ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું છે. જોકે બેઠકની વહેંચણીને લઈને હજુ મડાગાંઠ યથાવત જ છે.