નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની વચ્ચે તુલનાની વાતને નકારી કાઢતા આશા વ્યક્ત કરી કે તેમનો પ7 સત્તામાં પરત ફરશે. તેમણે એ વાત પણ નકારી કાઢી કે મોદીનો મુકાબલો કરવા માટે કોંગ્રેસની પાસે કોઈ નેતા નથી.
2/3
સોનિયા ગાંધીએ તે સ્પષ્ટ કર્યું કે, તેઓ મોદી અને ઇન્દિરા વચ્ચે તુલનાથી પરેશાન નથી અને તેમની પાર્ટી મોદી સરકારનો મુકાબલો કરી રહી છે. સાથે જ તેમણે તે વાત પણ ફગાવી દીધી કે આજે કોંગ્રેસની પાસે હાલ મોદી સામે ઉભો રહી શકે તેવો કોઇ નેતા નથી. તેમણે કહ્યું કે, દરેક યુગમાં રાજનીતિ અને ઇતિહાસની પોત પોતાની સમસ્યાઓ હોય છે. તેના પોતાના નેતાઓ હોય છે. અને પોતાની વિપક્ષી પાર્ટીઓ હોય છે.
3/3
સોનિયાએ કહ્યું કે, હું વિચારૂ છું કે વર્તમાન વ્યવસ્થાઓ માટે કોંગ્રેસ પોતાનો પક્ષ મુકી રહી છે. મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે તુલના અંગે તેમણે કહ્યું કે મને આનાથી કોઇ પરેશાની નથી કારણ કે હું તેમાં વિશ્વાસ નથી કરતી. મારો પોતાનો સ્પષ્ટ વિચાર છે. કોઇ તુલના નથી.