શોધખોળ કરો
Advertisement

(Source: ECI/ABP News/ABP Majha)
'હવે પછી બેંકનાં લોકર સીલ કરાશે, સોનું-હીરા-ઝવેરાત પણ જપ્ત કરાશે' આ વાયરલ મેસેજ અંગે બહુ મોટો ખુલાસો

1/5

કાળાં નાણાં ધરાવતા લોકોએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બદલાવવા માટે મોટા પ્રમાણમાં સોનું ખરીદ્યું હોવાના કારણે કેન્દ્ર સરકાર બેંકોનાં લીકરોને સીલ કરી દેશે અને લોકોના ઘરે દરોડા પાડીને સોનું, હીરા તથા ઝવેરાત જપ્ત કરશે તેવી વાતો વહેતી થઈ હતી.
2/5

નાણાં મંત્રાલયે એ સ્પષ્ટતા પણ કરી છે કે 2000 રૂપિયાની કેટલીક નવી નોટોમાંથી કલર જાય છે તે વાત પણ તદ્દન ખોટી છે. નાણાં મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે 2000ની નવી નોટમાં ઈન્ટાગ્લિયો નામે એક ખાસ સેફ્ટી ફીચર છે તેથી લોકોએ ડરવાની જરૂર નથી.
3/5

હાલમાં એવો મેસેજ વાયરલ થયો છે કે કાળાં નાણાંને નાથવાની વ્યૂહરચનામાં હવે પછી કેન્દ્ર સરકાર બેંકોનાં લીકરોને સીલ કરી દેશે અને લોકોના ઘરે દરોડા પાડીને સોનું, હીરા તથા ઝવેરાત જપ્ત કરશે. આ મેસેજના કારણે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાય એ સ્વાભાવિક છે.
4/5

નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાળાં નાણાંના દૂષણને નાથવા 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી તેના પગલે જાત જાતની અફવાઓ ચાલી રહી છે. કાળાં નાણાંને નાથવા હવે પછી સરકાર શું પગલાં ઉઠાવશે તે અંગે પણ જાત જાતના મેસેજ વાયરલ થયા છે.
5/5

જો કે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ ખોટી વાત ફેલાવાય છે અને આવી કોઈ જ યોજના નથી. કેન્દ્ર સરકાર બેંકોનાં લીકરોને સીલ કરી દેશે અને લોકોના ઘરે દરોડા પાડીને સોનું, હીરા તથા ઝવેરાત જપ્ત કરશે તે વાતને તથ્યહીન ગણાવાઈ છે.
Published at : 18 Nov 2016 01:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement


gujarati.abplive.com
Opinion