Bhupendrasinh Zala: Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહનું ફોરેન કનેક્શન જોઈ તમે પણ ચોંકી ઉઠશો
મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ આફ્રિકા, બેંગકોક,મલેશિયા,સિંગાપોરમાં રૂપિયા મોકલ્યાની શક્યતા છે. ભૂપેન્દ્ર ઝાલાનું નેટવર્ક અનેક દેશમાં ફેલાયેલું છે. UAE સહિત અનેક દેશોમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણ કરેલું છે. લોકોને લલચાવી ઉઘરાવેલા રૂપિયા ભૂપેન્દ્રસિંહે વિદેશમાં મોકલ્યા છે. તે સિવાય દુબઈમાં રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું છે. BZ સિવાય ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અન્ય નામે પણ કંપનીઓ શરૂ કરી છે.
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતીયા વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હિંમતનગરમાં મહાઠગના એજન્ટના ઘર, ઓફિસે તપાસ શરૂ કરાઇ હતી. એજન્ટ રૂષિત મહેતાના ઘરે,ઓફિસે CID ક્રાઈમે તપાસ કરી હતી. રૂષિત મહેતા BZ ગ્રુપનું એકાઉન્ટ હેન્ડલ કરતો હતો. BZ ગ્રુપના સાત એજન્ટોની પોલીસે ધરપકડ કરી હતી.


















