શોધખોળ કરો

Gandhinagar: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે જમીન ખરીદીમાં નહીં પડે અગવડ

Gandhinagar: વિકાસ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોનાં હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો.

ગાંધીનગર: રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આવા પ્રોજેક્ટ્સમાં જેમની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમના આ પ્રશ્નની રજૂઆત કરી હતી.  
 
મુખ્યમંત્રીએ સ્વાગતમાં રજૂ થતાં આવા  પ્રશ્નોના ત્વરિત નિવારણનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર તેઓ લાંબા ગાળાના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોને પણ પ્રો-એક્ટિવ એપ્રોચ માટે માર્ગદર્શન આપતા રહે છે. તેમણે ખેડૂતોની સ્વાગત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકુળ અને પોઝિટીવ વ્યુ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરાએ નિવારણ લાવી દીધું છે. 
 
તદ્અનુસાર, રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે તા.૨૬/૧૨/૨૦૦૮ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેકટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે. આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી ત્રણ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈઓ પણ અમલમાં છે.
 
જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના   હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવાઅંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. આ નિર્ણય અનુસાર તા.૦૧/૦૫/૧૯૬૦થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.
 
આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે.રાજ્યના જે ખેડૂતોની જમીનો પ્રોજેક્ટ્સમાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે એ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શકેલા ખેડૂતો કે જે ખેડૂત મટી ગયા છે તેમને મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની કોઈ જોગવાઈ ન હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં તેઓ મુશ્કેલી અનુભવતા હતા. એવી રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ અવારનવાર ખેડૂતો દ્વારા આવી હતી. 
 
આ પણ વાંચો...
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી
Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
Embed widget