કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટના નિયમ 139 હેઠળ આ સંશોધનને પસાર કરી દેવામાં આવ્યું છે. આ મામલે સરકારે નોટિફિકેશન પણ જારી કર્યું છે. હવે તમારી પાસે ગાડી સાથે જોડાયેલા કાગળોની માત્ર ઈલેક્ટ્રોનિક કોપી છે તો તમારે પહેલાની જેમ કોઈ પણ પ્રકારનું ચલણ નહી ભરવું પડે.
2/4
તમે માત્ર ઈલેક્ટોનિક્સ કોપી પણ દેખાડી શકો છો. 19 નવેમ્બરે જાહેર કરવામાં આવેલી નોટિફેકિશન બાદ હવે પોલીસકર્મીના શોષણનો શિકાર થઈ રહેલા સામાન્ય માણસો બચી શકશે.
3/4
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, જો ટ્રાફિક પોલીસ અથવા પોલીસ વર્દીમાં કોઈ પણ પોલીસ અધિકારી તમારી પાસે કાગળ માંગે છે તો જરૂરી નથી કે તમારે તે કાગળ દેખાડવા પડે.
4/4
નવી દિલ્હીઃ તમે જ્યારે પણ કાર કે બાઈકથી પ્રવાસ કરો છો તો તમારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, પોલ્યૂશન સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજ રાખવાના હોય છે. પરંતુ હવે તેની જરૂરત નહીં રહે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એક નવી વ્યવસ્થાની શરૂઆત કરી છે.