હાલમાં જ થયેલા એક અભ્યાસ મુજબ, ટ્રાફિક સમસ્યાને કારણે બેંગલુરુને દર વર્ષે 38,000 કરોડનું નુકશાન થાય છે.
2/4
વાહન-વ્યવહાર મંત્રીએ કહ્યુ કે, ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિદ્યાર્થીઓને બસમાં મફત મુસાફરીનું વચન આપ્યુ હતુ તે વિશે રાજ્યનાં મુખ્યમંત્રી કુમારાસ્વામી આ વિશે ટૂંક સમયમાં જાહેરાત કરશે.
3/4
બેંગલુરુઃ બેંગલુરુના લોકો માટે કાર ખરીદવાનું સપનું ભવિષ્યમાં પણ સપનું જ રહી જસે. કર્ણાટકના વાહન-વ્યવહાર પ્રધાન ડીસી થમન્નાએ બુદવારે જણાવ્યું કે, સરકાર એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે જે અંતર્ગત પ્રાકિંગ હોવા પર જ કાર ખરીદી શકાશે. તેમણે કહ્યું કે, આ પ્રસ્તાવ શહેરના ટ્રાફિક વ્યવસ્થાને યોગ્ય કરવા માટે છે.
4/4
બેંગલુરુમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે મંત્રીએ કહ્યું, બેંગલુરુમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે જે કેટલાક ઉપાયો છે તેમાં એક ઉપાય એવો છે કે, જે લોકો પાસે કાર પાર્કિંગ માટે જગ્યા નથી તેમને કાર ખરીદતા રોકવા. કેમ કે, જે લોકો પાસે પાર્કિગ માટેની જગ્યા નથી હોતી તેઓ જાહેર રોડ પર તેમની કાર પાર્ક કરે છે અને રસ્તાઓ બ્લોક કરી દે છે અને ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. આ સિવાય ડિઝલથી ચાલતા વાહનો વિશે પણ વિચારવા જેવું છે.