તેમણે દાવો કર્યો કે આંગળી પર શાહી લગાવવાની કામગીરી બુધવારથી શરૂ થઈ ચૂકી છે. તેનો મતલબ એ થયો કે જૂની નોટને બદલી ચૂકેલા ફરીથી લાઈન લગાવી શકશે નહીં. આ ઉપરાંત એક સપ્તાહની અંદર જ બે લાખ એટીએમમાંથી નવી નોટો મળવા માંડશે તેના કારણે પણ સ્થિતિમાં સુધારો થશે.
2/6
અગાઉ દેશના નાણાં પ્રધાન અરૂણ જેટલીએ પણ દાવો કર્યો હતો કે 22500 એટીએમ રી-કેલીબ્રેટેડ કરવામાં આવી ચૂક્યાં છે. રી-કેલીબ્રેટેડ એટીએમથી હવે નવી નોટ ઉપાડવાની શરૂઆત થઈ ચૂકી છે અને જૂની નોટ બદલવાની લાઈનો પણ નાની થઈ રહી છે તેવો દાવો પણ તેમણે કર્યો હતો.
3/6
દાસે દાવો કર્યો હતો કે એટીએમ મશીનોમાંથી પૈસા ઉપાડવા માટે થઈ રહેલી તકલીફોને ધ્યાનમાં લઈને આરબીઆઈ તરફથી રચવામાં આવેલા ટાસ્ક ફોર્સે મિટીંગમાં એક રોડમેપ તૈયાર કરવામાં સફળતા મેળવી છે.આ રોડમેપ પ્રમાણે દેશનાં તમામ એટીએમને રીકેલીબ્રેક કરવાની કામગીરી ટૂંક સમયમાં જ પુરી કરી લેવાશે.
4/6
જેનાં લગ્ન હોય તે યુવતી અથવા યુવકના પરિવારના એક સભ્યને જ પૈસા ઉપાડવાની મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા લગ્ન પ્રસંગે અઢી લાખ રૂપિયા સહિતની તમામ છૂટછાટો એવા જ ખાતાધારકોને મળશે જેમનાં એકાઉન્ટ કેવાયસી પ્રમાણિત છે. કેવાયસી પ્રમાણિત ના હોય તેવાં ખાતાંને આ છૂટ નહીં મળે.
5/6
આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે લગ્ન પ્રસંગ હોય તેવા પરિવારોને આપવામાં આવેલી છૂટછાટના સંદર્ભમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું ઘરના માત્ર એક સભ્યને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ અપાશે. પરિવારના સભ્યોમાંથી પણ પિતા અથવા માતાને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવશે.
6/6
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરૂવારે જાહેરાત કરી હતી કે જેના ઘરમાં લગ્ન હશે તેને પોતાના બેંક એકાઉન્ટમાંથી 2.50 લાખ સુધીની રકમ ઉપાડવાની છૂટ છે. જો કે આ છૂટછાટમાં પણ ઘણી બધી શરતો લદાઈ છે. સૌથી મોટી શરત એ છે કે જે પરિવાર 2.50 લાખ રૂપિયા ઉપાડવા માગતો હશે તેણે એફિડેવિટ કરીને બેંકને આપવી પડશે.