સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ પર યૂઝર 144 રૂપિયાના રિચાર્જથી દેશભરમાં અનલિમિટેડ કોલ, 2 જીબી ડેટા અને 100 મેસેજ કરી શકશે. એટલું જ નહીં કસ્ટમર્સને હેલ્થ, એક્સિડેન્ટલ અને લાઇફ ઇન્શ્યોરન્સ પણ આપવામાં આવશે.
2/4
નવી દિલ્હીઃ બાબા રામદેવની પતંજલિએ મોબાઇલ સિમકાર્ડ લોન્ચ કરીને ટેલિકોમ ક્ષેત્રમાં પણ પગપેસારો કર્યો છે. યોગ ગરુ બાબા રામદેવની કંપની પતંજલિએ રવિવારે તેની જાહેરાત કરી હતી. જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને બાબા રામદેવે સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કર્યું હતું.
3/4
શરૂઆતમાં આ કાર્ડ પતંજલિના કર્મચારીઓને મળશે. આગામી દિવસોમાં તેને કમર્શિયલી લોન્ચ કરાશે. આ સિમ કાર્ડની સાથે પતંજલિની દરેક પ્રોડક્ટ પર 10 ટકા છૂટ આપવામાં આવશે.
4/4
સિમકાર્ડ લોન્ચ અવસર પર બાબા રામદેવે કહ્યું બીએસએનએલ એક સ્વદેશી નેટવર્ક છે. પતંજલિ તથા બીએસએનએલ બંનેનો હેતુ દેશના લોકોનું ભલું કરવાનો છે. દેશમાં બીએસએનએલના 5 લાખ કાઉન્ટર્સ પર ટૂંક સમયમાં પતંજલિ સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ ઉપલબ્ધ થશે.