સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ સુવિધા 24 નવેમ્બર બાદ પણ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર સુધી પેટ્રોલ પંપ 500 અને 1000 રૂપિયાની નોટ સ્વીકારશે. ક્રૂડ કંપનીઓનો આ નિર્ણય બેંકમાં થતી ભીડને ઓછી કરવાની કવાયતના ભાગ રૂપે જોવામાં આવી રહ્યો છે.
2/6
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ક્રૂડ કંપનીઓ, એસબીઆઈ અને અન્ય બેંકો સાથે પણ વાતચીત કરી રહી છે અને નવી વ્યવસ્થાને ધીમે ધીમે 20 હજાર પેટ્રોલ પંપ સુધી પહોંચાડવામાં માગે છે.
3/6
એક અધિકારીએ જણાવ્યું કે, આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેટલાક પેટ્રોલ પંપ જ્યાં પીઓએસ (પોઈન્ટ ઓફ સેલ) મશીન ઉપલબ્ધ છે ત્યાં આ મશીનમાં ડેબિટ કાર્ડ સ્વાઈપ કરી એક વ્યક્તિ દરરોજના 2000 રૂપિયા સુધીની રોકડ રકમ ઉપાડી શકે છે. પીઓેસ મશીન એવું મશીન હોય છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ડેબિટ અથવ ક્રેડિટ કાર્ડથી રોકડ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે.
4/6
નવી દિલ્હીઃ રોકડના કકળાટ વચ્ચે સરકારે ગુરુવારે કેટલાક પસંદગીના પેટ્રોલ પંપ પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને રોજના 2,000 કરોડ રૂપિયા સુધીની રોકડ ઉપાડવાની મંજૂરી આપી દીધી છે. આ સુવિધા દેશના 2500 પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હશે.
5/6
હાલમાં આ સુવિધા અંતર્ગત પેટ્રોલ પંપની પાસે એસબીઆઈના પોઈન્ટ ઓફ સેલ મશીન હોવા જોઈએ. આ મશીનનો ઉપયોગ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે થાય છે. પંપ અટેન્ડન્ટ કાર્ડને સ્વાઈપ કર્યા બાદ રોકડ રકમ આપશે.
6/6
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ વ્યવસ્થા થોડાકા જ દિવસમાં ચાલુ થઈ જશે. આ નિર્ણય પબ્લિક ઓઈલ કંપનીઓના અધિકારીઓ અને એસબીઆઈ ચેરમેન અરૂંધત્તી ભટ્ટાચાર્યની બેઠક બાદ લેવામાં આવ્યો. બેઠકમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના અધિકારી હાજર હતા.