બારામુલા: પાકિસ્તાને ઉરી બાદ ફરી કુપવાડામા સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ગુરુવારે બે અલગ અલગ જગ્યાએ થયેલી ફાયરિંગમાં બે જવાનો શહીદ થઈ ગયા છે. સવારે કુપવાડા જિલ્લાના માછિલ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. જેમાં એક જવાન શહીદ થઇ ગયો છે અને એક ઘાયલ થઈ ગયો છે. જ્યારે સાંજે રાજોરીમાં પણ એક કેપ્ટન શહીદ થઇ ગયો છે.
2/2
જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા પાસે રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં આજે સાંજે 5 વાગ્યે પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ કરવામાં આવી હતી. આ અથડામણમાં બે બીએસએફના બે જવાન ઘાયલ થઇ ગયા હતા. જેમાં કેપ્ટન પ્રસેનજીતનું સારવાર દરમિયાન નિધન થયું હતું.