શોધખોળ કરો
પાકિસ્તાનની હલકટાઈઃ ગુજરાતમાંથી પકડાયેલી બોટ, 9 પાકિસ્તાની અંગે આપ્યું કેવું વાહિયાત નિવેદન ?

1/6

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીઝ ઝકરીયાએ સત્તાવાર નિવેદનમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાનની કોઈ બોટ કે માછીમારો ગાયબ છે જ નહીં તે જોતાં ભારતે તેમને પકડ્યા હોય એવી કોઈ શક્યતા નથી અને ભારતનો દાવો સાવ ખોટો છે.
2/6

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના સમુદ્ર પાવક નામના જહાજે રવિવારે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં ઘૂસેલી એક પાકિસ્તાની બોટને ઝડપી 9 લોકોની ધરપકડ કરી છે ત્યારે પાકિસ્તાને રાબેતા મુજબ જ આ મુદ્દે પણ નફફટાઈ શરૂ કરી છે.
3/6

પાકિસ્તાને આ મુદ્દે સાવ હાથ અધ્ધર કરી દેતાં કહ્યું છે કે ભારત સાવ ખોટું બોલે છે અને પાકિસ્તાનની કોઈ બોટ ભારતે પકડી જ નથી. પાકિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાનની કોઈ બોટ કે માછીમારો ગાયબ નથી તેથી તેમને પકડવાનો પ્રશ્ન જ નથી.
4/6

આ તમામ પાકિસ્તાનીઓની હાલમાં પોરબંદર ખાતે પૂછપરછ કરાઈ રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડના પીઆરઓ અભિષેક મતિમાને જણાવ્યું હતું કે સવારે 10.15 કલાકે આ બોટને ઝડપી લેવાઈ હતી અને તેને પોરબંદર લઈ જવાઈ છે.
5/6

ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે સવારે ગુજરાતના દરિયામાંથી પાકિસ્તાની બોટને ઝડપી પાડી હતી. પોરબંદર ઇન્વેસ્ટીગેશન એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય નૌકાદળના જહાજ પાવક સમુદ્રે બોટને ઝડપી લઈને નવ પાકિસ્તાનીને પકડ્યા છે.
6/6

પાકિસ્તાનની આ આદત છે અને તેણે ભારતે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને આતંકવાદી કેમ્પ્સનો સફાયો કરીને 50 કરતાં વધારે આતંકવાદીઓને ઠાર કર્યા તે મુદ્દે પણ આવું જ નિવેદન આપીને ઓપરેશનનો ઈન્કાર કર્યો હતો.
Published at : 03 Oct 2016 10:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
બિઝનેસ
Advertisement
