વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અનામત બિલ પાસ થયા બાદ તેને સામાજિક ન્યાયની જીત ગણાવી હતી અને કહ્યું કે આ ખરડો દેશની યુવા શક્તિને પોતાનું કૌશલ્ય દેખાડવા માટે વ્પાપક અવસર સુનિશ્ચિત કરશે તથા દેશમાં એક મોટો બદલાવ લાવવા માટે મદદરૂપ થશે.
2/4
નવી દિલ્હી: આર્થિક રીતે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપનારો ખરડો લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયો છે. ત્યારે આ સંવિધાન સંશોધન બિલને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. યૂથ ફોર ઇક્વેલિટી નામના ગ્રુપ અને ડૉ કૌશલ કાંત મિશ્રા દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સંશોધન સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા 50 ટકા અનામતની સીમાનું ઉલ્લંઘન કરે છે.
3/4
અરજીમાં કહેવામાં આવ્યું છે કે બિલ અભૂતપૂર્વ રીતે માત્ર બે દિવસમાં જ સંસદમાં પાસ કરી દેવામાં આવ્યું અને તેના પર ખૂબજ ઓછી ચર્ચા થઈ. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદો સંવિધાનના બે અનુચ્છેદોનો અનાદર કરે છે. અનામત માટે માત્ર ને માત્ર આર્થિક આધાર હોઈ શકે નહીં. અરજીમાં અનામતની સીમા 50 ટકાથી વધુ કરવા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. બિન સરકારી સહાયતા પ્રાપ્ત સંસ્થાઓ પર અનામત લાગું કરવું સ્પષ્ટપણે મનમાની વલણ છે.
4/4
ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 165 વોટ પડ્યા હતા અને વિપક્ષમાં માત્ર સાત વોટ પડ્યા હતા. જ્યારે બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલાના વિરુદ્ધ 155 વોટ પડ્યા હતા. આ અનામત વર્તમાન 49.5 ટકા અનામતનથી ઉપર હશે. તેના માટે સંવિધાનમાં સંશોધન કરવું જરૂરી હતું.