શોધખોળ કરો
ડોનાલ્ડ ટ્રમ્પે PM નરેન્દ્ર મોદીને કર્યો ફોન, જાણો આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે શું થઈ વાતચીત
1/3

જોકે હજુ હાલમાં જ ટ્રમ્પે નરેન્દ્ર મોદી પર અફઘાનિસ્તાન મુદ્દે વ્યંગ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં ભારતના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તે અંગે ટ્રમ્પે કહ્યું હતું કે અફઘાનિસ્તાન કોઇ એક દેશની જવાબદારી નથી તેમાં કેટલાંય દેશોને સાથે મળીને ચાલવું પડશે. ટ્રમ્પે અમેરિકી ખર્ચ અંગે પણ ઈશારામાં ભારત પર નિશાન સાધ્યું હતું.
2/3

તેમણે નવી ટુ બાય ટુ મંત્રણા વ્યવસ્થા અને ભારત, અમેરિકા તથા જાપાનની વચ્ચે પહેલાં ત્રિપક્ષીય શિખર સંમેલનની પણ પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ ક્ષેત્રીય તથા વૈશ્વિક બાબતો પર સમન્વય ઉપરાંત રક્ષા, આતંકવાદ નિરોધક પગલાં અને ઊર્જાના ક્ષેત્રમાં વધતા દ્વિપક્ષીય સહયોગના પણ વખાણ કર્યાં હતા. નરેન્દ્ર મોદી અને ટ્રમ્પે સોમવારે થયેલી વાતચીતમાં 2019માં ભારત-અમેરિકી સબંધોને વધુ મજબૂત બનાવવા તથા મળીને કામ કરવાની સહમતી દેખાડી હતી.
Published at : 09 Jan 2019 08:02 AM (IST)
View More




















