શોધખોળ કરો
તામિલનાડુના પૂર્વ CM કરુણાનિધિની તબિયત લથડી, PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત
1/4

કાવેરી હોસ્પિટલના મેડિકલ બુલેટિનના જણાવ્યા અનુસાર વધતી જતી ઉમરના કારણે જ કરુણાનિધિની તબિયત લથડી છે. તેમને વારંવાર તાવ આવે છે. આ ઉપરાંત તેમને યુરિનમાં ઈન્ફેકશન થયું છે. કરુણાનિધિની મુલાકાત લઈ પરત ફરેલા રાજ્ય સરકારના પ્રધાન ડી. જયાકુમારે જણાવ્યું કે હાલ તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. અને આશા છે કે તેઓ ઝડપથી સાજા થઈ જશે.
2/4

નવી દિલ્હી: તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કગઝમ(ડીએમકે)ના પ્રમુખ એમ, કરુણાનિધિની તબિયત બગડતા તેમની હાલ તેઓના નિવાસ સ્થાને સારવાર ચાલી રહી છે.અને તેમનાં ખબર અંતર પૂછવા માટે પનીરસેલ્વમ અને કમલ હાસન સહિતના અન્ય નેતાઓ ગયા હતા. કાવેરી હોસ્પિટલના ડૉક્ટર પૂર્વ મુખ્યમંત્રીની સારવાર કરી રહ્યા છે. કરૂણાનિધિના પુત્રએ જણાવ્યું કે તેમને તાવ આવ્યો છે. તેમના સ્વાસ્થને લઈને ચિંતા કરવાની જરૂર નથી.
Published at : 27 Jul 2018 03:44 PM (IST)
View More





















