આગામી દિવસોમાં મુખ્ય રનવેની બાજુમાં 75 મીટર લાંબી એક અન્ય પટ્ટીનું નિર્માણ કરાયુ છે, ભારતીય વાયુસેના આ એરપોર્ટ પર જુદાજુદા પ્રકારના વિમાન પણ ઉતારી શકશે.
3/7
આ એરપોર્ટ લગભગ 605 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે અને આ ભારત-ચીનની બોર્ડરથી 60 કિલોમીટર દુર છે. અહીં હવે વાયુસેનાના વિમાનો પણ ઉતરશે.
4/7
એઆઇઇએ આ એરપોર્ટનુ નિર્માણ કર્યુ. હાલમાં સિક્કિમનું સૌથી નજીકનું એરપોર્ટ 124 કિલોમીટર દુર પશ્ચિમ બંગાળના બાગડોગરામાં છે.
5/7
આ એરપોર્ટ 201 એકરથી વધુ જમીનમા ફેલાયુલુ છે અને સમુદ્ર તટથી 4,500 ફૂટની ઉંચાઇ પર વસેલા પાકયોંગ ગામથી લગભગ બે કિલોમીટર ઉપર એક પહાડીની ટોચ પર બનાવવામાં આવ્યુ છે.
6/7
એરપોર્ટ ખુલવાથી અહીં વેપારને મોટો ફાયદો થશે, સાથે સાથે પર્યટનનો પણ વિકાસ થશે. અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો મુલાકાતે આવે છે. વર્ષ 2009માં આની આધારશિલા મુક્યા બાદ નવ વર્ષે આ સપનુ પુરુ થયુ હતું. આ એરપોર્ટ ગંગટોકથી 33 કિલોમીટર દુર છે.
7/7
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સિક્કિમનું પહેલુ એરપોર્ટ દેશને સમર્પિત કર્યું. પીએમ મોદી રવિવારે જ ગંગટોક પહોંચી ગયા હતા, અહીં લોકો સાથે મુલાકાત કરી બાદમાં અહીં મોદીએ રાજ્યના પહેલા એરપોર્ટનું ઉદઘાટન કર્યુ. મોદીએ કહ્યું કે, આજે દેશમાં એરપોર્ટની સેન્ચૂરી પુરી થઇ ગઇ. આ પ્રસંગે પીએમની સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ પણ હાજર રહ્યાં હતા.