ભગવાન બદ્રિનાથના દર્શન માટે 10 હજાર કરતા વધુ શ્રદ્ધાળુ પહોંચ્યા હતા. મંદિરની બહાર શ્રદ્ધાળુઓની લાંબી લાઇનો લાગી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સવારે સવા આઠ વાગ્યે બદ્રિનાથ પહોંચ્યા હતા અને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ અવસર પર મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.
2/2
નવી દિલ્હીઃ ચાર ધામની યાત્રામાંના એક ભગવાન બદ્રીનાથ મંદિરના કપાટ ખુલી ગયા છે. આ સાથે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અહીં પૂજા-અર્ચના કરવા પહોંચ્યા હતા. મંદિરના કપાટ સવારે 4:15 વાગ્યે ખુલ્યા હતા. આ અવસર પર હજારો લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા.