નવી દિલ્હીઃ દેશમાં અનામત એકમાત્ર એવો વિષય છે જે સાચો કે ખોટો હોવા પર રોજ ક્યાંકને ક્યાંક ચર્ચા થતી રહે છે. અલગ અલગ રાજનીતિક દળ મત મેળવવાના ચક્કરમાં તેનું સમર્થન પણ કરે છે. અનેક ઉંચી જાતીએ પણ હવે આર્થિક આધારે અનામતની માગ શરૂ કરી દીધી છે. સંખ્યાબળના આધારે જે ઉંચી જાતીઓ સરકાર બદલવાની ક્ષમતા રાખે છે તે પોતાની માગને લઈને સરકાર પર દબાણ લાવવામાં લાગી છે.
2/4
હવે કેન્દ્ર સરકાર આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. આજે તેને લઈને લોકસબામાં બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. જોકે આ પહેલા ભૂતકાળમાં પણ આ રીતે અનામત આપવાની વિચારણા પહેલાની સરકારોએ કરી હતી પરંતુ તે ટકી શકી ન હતી.
3/4
1991માં નરસિમ્હા રાવની સરકારે આ રીતે 10 ટકા અનામત આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયો તો કોર્ટે તેને ફગાવી દીધો હતો. ત્યાર બાદ અટલ બિહારી વાજપાઈ સરકારે 2003માં આર્થિક રીતે પછા સવર્ણોને અનામત આપવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટરની એક રચના કરી પણ કંઈ થયું નહીં. પછી વર્ષ 2004માં વાજપાયી સરકારે એક ફરી આ રીતે અનામત આપવા માટેના માપદંડ નક્કી કરવા માટે એક આયોગની રચના કરવામાં આવી. જોકે 2004માં ભાજપ ચૂંટણી હારી ગઈ અને એ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો.
4/4
બાદમાં આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપવાનો એક પ્રયત્ન મનમોહન સિંહની સરકારે પણ કર્યો હતો. તેના માટે યૂપીએ સરકારે 2006માં એક પંચની રચના કરી હતી. પંચે 2010માં રિપોર્ટ આપવાનો હતો પરંતુ તેને અમલમાં લાવી શકાયો ન હતો.