પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવાની માગણી લાંબા સમયથી થતી રહી છે. રાહુલ ગાંધીની સતત નિષ્ફળતાના દૌરમાં કોંગ્રેસીઓએ એવી માંગણી પણ કરી હતી કે, રાહુલ ગાંધીના બદલે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની કમાન સોંપવામાં આવે.
2/4
પ્રિયંકા ગાંધી કરિશ્માપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે અને અત્યાર સુધી પોતાની માતા સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તાર તથા રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર અમેઠીની સંભાળ લેતાં હતાં. હવે તેમને સીધી જ લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
3/4
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે મોટો દાવ ખેલીને પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતાર્યાં છે. પ્રિયંકા ગાંધીને કોંગ્રેસનાં મહામંત્રી બનાવાયાં છે અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઈન્ચાર્જ બનાવાયાં છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકાએ આ સાથે રાજકારણમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી છે.