એક રિપોર્ટ અનુસાર, કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને 4થી ફેબ્રુઆરીએ ચાર્જ અપાવશે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેશે. આ બધાની વચ્ચે એવા પણ રિપોર્ટ છે કે પ્રિયંકા ગાંધી માતા સોનિયા ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી શકે છે. રાયબરેલી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે.
3/5
નવી દિલ્હીઃ પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશની કમાન સોંપ્યા બાદ હવે રાજ્યમાં કોંગ્રેસની રાજનીતિ અગલ રીતે ઉભરી આવી છે. રાજનીતિના આ ગણિતથી બીજેપી હરકતમાં આવી ગઇ છે.
4/5
બીજેપીનું કહેવું છે કે, રાહુલ ફેલ થયો એટલે પ્રિયંકાને યુપીની મોટી જવાબદારી સોંપવામાં આવી છે જોકે, તેનાથી કોંગ્રેસને કોઇ ફાયદો નહીં થાય.
5/5
નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં સપા અને બસપએ ગઠબંધન કર્યુ છે, આ ગઠબંધનમાંથી કોંગ્રેસને બાકાત રાખ્યા બાદ કોંગ્રેસે મોટો દાવ રમ્યો અને પ્રિયંકા ગાંધીને પૂર્વ યુપીની કમાન સોંપવામાં આવી છે.