તે જ દિવસે ધાર અને ખરગોનમાં જનસભાઓ કરશે. સાંજે 4.50 વાગે મહુ પહોંચીને ત્યાં ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરશે. બાદમાં સ્પેશ્યલ વિમાનથી ઇન્દોરથી દિલ્હી જવા રવાના થઇ જશે.
2/4
ત્યારબાદ ઇન્દોરમાં સાંજે 5:45 વાગે એક રૉડ શૉ કરશે, બાદમા રાજવાડા ચોકમાં એક જનસભાને પણ સંબોધશે. રાહુલ ગાંધી પોતાના પ્રવાસની બીજા દિવસે 30 ઓક્ટોબરે સવારે 9 થી 10 વાગ્યા સુધી રેડીસનમાં સંપાદકો અને પત્રકારો, વ્યાપારી સમુદાય તથા વ્યવસાયીઓ સાથે ચર્ચા કરશે.
3/4
ત્યારબાદ ઉજ્જૈનના દશેરા મેદાનમાં એક જંગી રેલીને સંબોધન કરશે. કાર્યક્રમ અનુસાર રાહુલ ઉજ્જૈનથી રવાના થઇને ઝાબુઆ પહોંચશે અને ત્યાં તે કૉલેજ ગ્રાઉન્ડમાં સામાન્ય સભાને સંબોધિત કરશે.
4/4
ઇન્દોરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસીય મધ્યપ્રદેશના પ્રવાસે છે. અહીં પહેલા દિવસે તે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરીને પ્રવાસની શરૂઆત કરશે. રાહુલ ઉજ્જૈનમાં 45 મિનીટ સુધી ભગવાન મહાકાલની પૂજા-અર્ચના કરશે.