શોધખોળ કરો
રાહુલ ગાંધીનો આરોપ - અરૂણ જેટલીની પુત્રીને મેહૂલ ચોક્સીએ આપ્યા લાખો રૂપિયા
1/3

રાયપુર: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે કેંદ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની પુત્રીને પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહૂલ ચોક્સીએ લાખો રૂપિયા આપ્યા છે. રાહુલ ગાંધીએ વિજ્ઞાન કૉંલેજ મેદાનમાં ખેડૂત રેલીને સંબોધિત કરતા કહ્યું, નીરવ મોદી અને મેહૂલ ચોક્સી 35 હજાર કરોડ રૂપિયાની ચોરી કરવાના આરોપી છે. બધા લોકો તેનું નામ જાણે છે. મેહૂલ ચોક્સીએ નાણા મંત્રી અરૂણ જેટલીની પુત્રીના બેંક ખાતામાં લાખો રૂપિયા નાખ્યા છે. તેમણે કહ્યું નાણા મંત્રીએ મેહૂલ ચોક્સી પર કોઈ કાર્યવાહી નથી કરી. મેહૂલ ચોક્સી દેશમાંથી ભાગી ગયો.
2/3

રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં પોતાની ચૂંટણી રેલી દરમિયાન પણ જેટલી પર આ આરોપો ફરી લગાવ્યા હતા. તેમને કહ્યું કે, નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશના 35 હજાર કરોડ રૂપિયા ચોરી કરનાર ચોર છે. મેહુલ ચોકસીએ નાણામંત્રી અરૂણ જેટલીની પુત્રીના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા નાંખ્યા. નાણામંત્રીએ મેહુલ ચોકસી પર કોઈ કાર્યવાહી કરી નહી અને તે ભાગી ગયો.
Published at : 23 Oct 2018 09:19 AM (IST)
View More





















