રાહુલ ગાંધી પોતાના બે દિવસીય કર્ણાટક પ્રવાસના પહેલા દિવસે પાર્ટી ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યા બાદ કેટલાક બીજા કાર્યક્રમમાં પણ ભાગ લેશે. તે દક્ષિણ કન્નડ જિલ્લામાં બંતવાલમાં સવારે 11 વાગે એક બેઠક પણ કરશે.
2/5
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં હવે બહુજ ઓછો સમય બાકી રહ્યો છે. જેને જોતા મુખ્ય પાર્ટીઓ અંતિમ દાવ રમી રહી છે. વડાપ્રધાન મોદીએ ગુરુવારે જ ભાજપના બધા 224 ઉમેદવારો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જીતનો મંત્ર આપ્યો. ત્યારબાદ તે પોતે 1 મેથી કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવા ઉતરવાના છે.
3/5
મંદિર દર્શન બાદ રાહુલ કોડગુ જિલ્લામાં બપોરે લગભગ 3.30 વાગે એક જનસભા કરશે. ત્યારબાદ તે મૈસૂરમાં સાંજે લગભગ 6 વાગે એક જનસભાને સંબોધિત કરશે.
4/5
રાહુલ ગાંધી પોતાના કર્ણાટક પ્રવાસ દરમિયાન મંદિર અને મઠોનો પણ પ્રવાસ કરવાનું નથી ભૂલતાં આજે પણ તે મંદિરમાં દર્શન કરસે. રાહુલ બપોરે 1 વાગે દક્ષિમ કન્નડ જિલ્લામાં શ્રી ધર્મસ્થળ મંજૂનાથેશ્વરના મંદિરે જશે.
5/5
બેગ્લુંરુઃ કર્ણાટકને લઇને કોંગ્રેસનો પ્લાન આજે સામે આવી જશે, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી ઢંઢેરો રજૂ કરશે. રાહુલ ગાંધી આજે સવારે 9.45 વાગે મેંગ્લૉરમાં પાર્ટી ચૂંટણી ઢંઢેરો રજૂ કરશે. આ કાર્યક્રમ મેંગ્લૉરના એમજી રૉડ સ્થિત ટીએમએ પાઇ કન્વેન્શન હૉલમાં થશે.