બીજેપીની બીજી યાદીમાં જે વર્તમાન મંત્રીઓની સાથે ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી તેમાં સૌથી વધારે ચર્ચિત નામ અલવર જિલ્લાના રામગઢથી ધારાસભ્ય જ્ઞાનદેવ આહુજા છે. તેમની ઉપરાંત ડુંગરપુરથી કિશનારામ નાઈ, ચાકુસથી લક્ષ્મીનારાયણ બૈરવા, ડગથી આરસી સુનેરીવાલ, ગઢીથી જીતમલ ખાંટ, બસેડીથી રાની કોલી, પોકરણથી શૈતાન સિંહ, ચૈહટનથી તુરણ રાય કાગા, જેસલમેરથી છોટુ સિંહ ભાટી, સંગરિયાથી કૃષ્ણ કડવા, સિકરાયથી ગીતા વર્મા, હિન્ડોનથી રાજકુમારી જાટવ, કઠુમરથી મંગલા રામ, બસેડીથી રાની સિલોટિયા અને અનુપગઢથી શિમલા બાવરીને ફરી ટિકિટ આપવામાં આવી નથી.
3/7
વસુંધરા રાજે સરકારમાં મંત્રી રાજકુમાર રિણવાએ તાજેતરમાં જ પેટ્રોલના ભાવ વધારા પર વિવાદત નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ભારતીયોના ચરિત્રો પર પણ આંગળી ઉઠાવી હતી. રિણવા ચુરુ જિલ્લાની રતનગઢ સીટ પરથી ધારાભ્ય છે પરંતુ તેમના સ્થાને અભિનેષ મહર્ષિને ટિકિટ ફાળવવામાં આવી છે.
4/7
રાજસ્થાન સરકારમાં ખાદ્ય મંત્રી બાબુલાલ વર્મા પણ બીજેપીથી નારાજ હતા. તાજેતરમાં તેમણે કહ્યું હતુ કે હવે મોદી લહેર નથી. પરિણામે ચૂંટણી જીતવી આસાન નહીં હોય. વર્મા પર કાર્યકરોની ઉપેક્ષા કરવાનો પણ આરોપ છે. બાબુલાલ વર્મા બુંદીના કેશવરાયપાટનથી ધારાસભ્ય છે તેમના સ્થાને કોટાથી રામગંજ મંડીથી ધારાસભ્ય ચંદ્રકાંતા મેઘવાલને ટિકિટ ફાળવવામાં આવી છે.
5/7
રાજસ્થાન સરકારમાં ગ્રામીણ વિકાસ તથા પંચાયત રાજ રાજ્યમંત્રી ધનસિંહ રાવતનો વિવાદ સાથે હંમેશા નાતો રહ્યો છે. ધનસિંહે બાંસવાડાની સભામાં કોંગ્રેસને મુસલમાનો તથા ભાજપને હિન્દુઓની પાર્ટી ગણાવી હતી. ગત વર્ષે નવેમ્બરમાં તેમણે બાંસવાડામાં અધિકારીઓને મુર્ગા બનાવવાનું વિવાદિત નિવેદન કર્યું હતું.
6/7
જ્ઞાનદેવ આહુજાએ જવાહર લાલ નેહરુ યુનિવર્સિટીમાં રોજ 3000 કોન્ડોમ મળવાનો દાવો કર્યો હતો. 2016માં તેમણે વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, JNUમાં રોજ 3000 વપરાયેલા કોન્ડોમ અને 500 ઉપયોગમાં લેવાયેલા અબોર્શન ઈન્જેક્શન મળે છે. સ્ટુડન્ટો પર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નેકેડ ડાન્સ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
7/7
જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બીજા લિસ્ટમાં 31 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભાજપે 15 ધારાસભ્યો અને 3 મંત્રીઓની ટિકિટ કાપીને નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. બીજેપીએ જે ધારાસભ્યો અને મંત્રીઓની ટિકિટ કાપી છે તેમાં પોતાના નિવેદનોને લઈ વિવાદોમાં રહેનારા જ્ઞાનદેવ આહુજા સહિત ધનસિંહ રાવત અને રાજકુમાર રિણવા સહિત અન્ય લોકો સામેલ છે. બીજેપીના બીજા લિસ્ટમાં પણ કોઈ મુસ્લિમને ટિકિટ આપવામાં આવી નથી. વસુંધરા રાજેના નજીકના અને સરકારમાં નંબર ટુ ગણાતા યુનુસ ખાનનું નામ પણ ડિડવાના સીટ પરથી નક્કી થઈ શક્યું નથી.