નવી દિલ્હીઃ આજે રાજ્યસભામાં ઉપસભાપતિ ચૂંટણી માટે વોટિંગ થશે. કોંગ્રેસને ઉપસભાપતિના પદ માટે એનડીએના ઉમેદવાર જેડીયૂના હરિવંશને માત આપવા માટે પોતાના પક્ષના બી કે હરિપ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. આજે મોદી સરકાર માટે પ્રતિષ્ઠાનો જંગ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પોતાના પક્ષના હરિવંશની જીત પાક્કી કરવા માટે નીતીશ કુમારે અનેકનેતાઓ સાથે ફોન પર વાત કરી છે. એનડીએ અને યૂપીએ બન્નેએ પોતપોતાના ઉમેદવારની જીતના દાવા કર્યા છે ત્યારે આગળ વાંચો બન્ને પાસે કેટલું સંખ્યા બળ છે.
2/3
જ્યારે યૂપીએના ઉમેદવાર હરિપ્રસાદના સમર્થનમાં સંભવિત 118 સાંસદ છે. જેમાં કોંગ્રેસના 50, તૃણમૂલ કોંગ્રેસના 13, સમાજવાદી પાર્ટીના 13, બસપાના 4, ટીડીપીના 6, સીપીઆઈના 2, સીપીએમના 5, આરજેડીના 5, ડીએમકેના 4, એનસીપીના 4, પીડીપીના 2, વાયએસઆર કોંગ્રેસના 2, ઇન્ડિયન મુસ્લિમ લીગના 1, જેડીએસના 1, કેરળ કોંગ્રેસના 1, આમ આદમી પાર્ટીના 3 અને 2 અન્ય સાંસદનો સમાવેશ થાય છે.
3/3
એનડીએના ઉમેદવાર હરિવંશના સમર્થનમાં 113 સંભિત સાંસદો છે. જેમાં બાજપના 73, બીજેડીના 09, જદયુના 06, ટીઆએરસના 06, શિવસેનાના 03, અકાલીદળના 03, બોડોપીપલ્સ ફ્રન્ટના 1, આરપીઆઈના 1, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના 01, નામાંકિત સાંસદના 4 અને 06 અપક્ષ સાંસદોનું સમર્થન મળી શકે છે.