દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
Who Will Be Delhi CM:દિલ્હીમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે જ સીએમના નામની જાહેરાત કરતા પહેલા ભાજપે ઓબ્ઝર્વરના નામની જાહેરાત કરી છે. સીએમના નામ પર હજું પણ સસ્પેન્સ યથાવત છે

BJP Parliamentary Meeting: બુધવાર (19 ફેબ્રુઆરી, 2025)ની સાંજ સુધીમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. બે દાયકા બાદ દિલ્હી પરત ફરી રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યમંત્રીના નામની જાહેરાત ધારાસભ્ય દળની બેઠકમાં કરવામાં આવશે. આ પહેલા સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી જેમાં નિરીક્ષકોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડને 'નિરીક્ષક' બનાવવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ તરફથી એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી છે. જેમાં લખ્યું હતું કે, 'ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડે દિલ્હી રાજ્યમાં પાર્ટી ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે રવિશંકર પ્રસાદ, સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય સચિવ ઓમ પ્રકાશ ધનખરને નિયુક્ત કર્યા છે.
ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે?
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. હવે સાંજે 6.15 કલાકે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. જેમાં નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડ સીએમના નામની જાહેરાત કરશે.
જેપી નડ્ડાએ આ ધારાસભ્યો સાથે બેઠક કરી
દિલ્હીના નવા મુખ્યમંત્રી માટે ઘણા નામો પર ચર્ચા થઈ રહી છે. ધારાસભ્ય દળની બેઠક પૂર્ણ થયા બાદ જે વ્યક્તિને મુખ્યમંત્રી પદની કમાન સોંપવાનો નિર્ણય લેવામાં આવશે તે વ્યક્તિ શપથ લેશે.
11 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 10 નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મળ્યા હતા. આ ધારાસભ્યોમાં વિજેન્દ્ર ગુપ્તા, રેખા ગુપ્તા, અરવિંદર સિંહ લવલી, અજય મહાવર, સતીશ ઉપાધ્યાય, શિખા રાય, અનિલ શર્મા અને ડૉ. અનિલ ગોયલ, કપિલ મિશ્રા અને કુલવંત રાણાનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યોમાં 3 થી 4 ચહેરા મુખ્યમંત્રી પદના દાવેદાર હોવાનું કહેવાય છે. શપથ ગ્રહણ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે, જેમાં ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાગ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે શરૂ થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
