શોધખોળ કરો
RBIએ 2000 રૂપિયાની નોટના છાપકામમાં કર્યો ઘટાડો, જાણો શું છે કારણ
1/4

રિઝર્વ બેન્કના આંકડા અનુસાર માર્ચ 2017ના અંત સુધી 328.5 કરોડ યૂનિટ 2000 રૂપિયાની નોટ ચલણમાં હતી. 31 માર્ચ 2018 સુધી આ નોટોની સંખ્યા સામાન્ય વધીને 336.3 કરોડ યૂનિટ પર પહોંચી ગઈ. માર્ચ 2018ના અંત સુધી કુલ 18,037 અરબ રૂપિયાની કરેન્સી ચલણમાં હતી. જેમાં બે હજારની નોટોની સંખ્યા ઘટીને 37.3 ટકા રહી ગઈ. માર્ચ 2017ના અંત સુધી નોટોનો હિસ્સો 50.2 ટકા હતો.
2/4

નવી દિલ્હી: બે વર્ષ પહેલા નોટબંધી બાદ જારી કરવામાં આવેલી 2000 હજારની ચલણી નોટ છાપવાનું સરકારે ઓછું કરી દીધું છે. નોટ છાપવાનું કામ ઘટીને અત્યાર સુધી સૌથી નીચલા સ્તર પર આવી ગયું છે. નાણાં મંત્રાલયના એક અધિકારી અનુસાર 2016માં થયેલી નોટબંધી બાદ જે બે હજાર રૂપિયાની નોટ છપાઈ રહી હતી તેની સંખ્યામાં આ વર્ષે ખુબ જ મોટો ઘટાડો થયો છે.
3/4

8 નવેમ્બર 2016માં નોટબંધી બાદ સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના બાદ નવી 500 અને 2000 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે 2000 રૂપિયાની નોટો છાપવાનું કામ ઘટાડીને તેને ન્યૂનતમ સ્તર પર લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
4/4

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રિઝર્વ બેન્ક અને સરકારે 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી ત્યારે આ નિર્ણય લેવાયો હતો કે ધીમે ધીમે બે હજારની નોટો છાપવામાં ઘટાડો કરવામાં આવશે. બે હજારની નોટ જારી કરવાનો હેતુ સિસ્ટમમાં તત્કાલ કેશ ઉપલબ્ધ કરાવવાનું હતું.
Published at : 03 Jan 2019 10:58 PM (IST)
View More





















