ગ્રાહકોને માટે રાહતની વાત એ છે કે નવી નોટ બજારમાં આવ્યા બાદ જૂની નોટો પણ ચલણમાં ચાલુ જ રહેશે.
2/5
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્કે 100 રૂપિયાની નોટમાં મોટો ફેરફાર કરી નવી નોટ જાહેર કરી છે. આ નોટ ઓગષ્ટ કે સપ્ટેમ્બરમાં ચલણમાં આવશે. 100 રૂપિયાની નવી નોટનું છાપવાનું કામ દેવાસ સ્થિત સિક્યુરિટી પ્રિટિંગ પ્રેસમાં શરૂ કરી દીધું છે. નોટબંધી બાદથી રિઝર્વ બેંકે અત્યાર સુધી 10, 50, 200, 500 અને 2000 રૂપિયાની નવી નોટ પ્રિન્ટ કરી ચૂકી છે.
3/5
નવી નોટની સૌથી મોટી ખાસિયત એ છે કે આનાં છાપકામમાં સ્વદેશી કાગળ અને શાહીનો ઉપયોગ કરવામાં આવશે. આ નોટની ડિઝાઈન મૈસુરની તે જ પ્રિન્ટીંગ પ્રેસમાં તૈયાર કરવામાં આવી છે જ્યાં 2000ની નોટો છાપવામાં આવે છે.
4/5
નવી નોટની સૌથી મોટી ખાસિયત એ છે કે આનાં છાપકામમાં સ્વદેશી કાગળ અને શાહીનો ઉપયોગ કરવામાં આવશે. આ નોટની ડિઝાઈન મૈસુરની તે જ પ્રિન્ટીંગ પ્રેસમાં તૈયાર કરવામાં આવી છે જ્યાં 2000ની નોટો છાપવામાં આવે છે.
5/5
આ નોટમાં ગુજરાત કનેક્શન પણ સ્પષ્ટ રીતે દેખાય છે. આ નોટમાં ગુજરાતની પાટણ સ્થિત રાણકી વાવની તસવીર છે. આ વાવ યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ છે.