બાળ કલ્યાણ સમિતિ અધ્યક્ષ નરેન્દ્ર સિખવાલે જણાવ્યું કે, 10 દિવસ પહેલા શિશુ ગૃહમાં અન્ય રાજ્યોના બાળકોને લાવવામાં આવ્યા હતા. આશ્રમ સંચાલક પર કેટલાક આરોપ હતા, જેના સંદર્ભમાં બાળકોનું કાઉન્સિલિંગ કરાવવામાં આવ્યું. મંગળવારે સાંજે તેમના પરિજનોને બોલાવીને તેમને સોંપવામાં આવ્યા. આ મામલે કાનોતા પોલીસનું કહેવું છે કે, સાધ્વી વિરૂદ્ધ હાલમાં પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું છે અને અન્ય રાજ્યોની બાળકીઓ વિશે નોટિસ જારી કરવામાં આવી છે અને આગળની કાર્રવાઈ ચાલુ છે.
2/3
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરના જામડોલીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમં આશ્રમ ચલાવનારી એક સાધ્વી પર એક મહિલાએ જબરદસ્તીથી સેક્સ માણ્યાનો આરોપ લગાવ્યો છે. આરોપ લગાવનારી યુવતી વિતેલા અઢી મહિનાથી તેના આશ્રમમાં રહે છે. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ 29 સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ કેસ નોંધાયા બાદ સાધ્વી ફરાર થઈ ગઈ છે.
3/3
કહેવાય છે કે, ઘટનાને દબાવવા માટે આશ્રમમાં રહેનારી માસૂમ બાળકીઓને અભ્યાસ વચ્ચે જ પરત મોકલવામાં આવી. પીડિતાએ જણાવ્યું કે, જ્યારે તેની સાથે સમલૈંગિક સંબંધ બાંધવાના પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે તેણે આ8મમાં રહેતી બાળકીઓને જાણકારી આપી. અન્ય બાળકીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. પીડિતાની જાણકારી પર ચાઈલ્ડ હેલ્પલાઈને આશ્રમમાં રેડ મારી તો ત્યાં ત્રિપુરાથી લાવવામાં આવેલી 6થી 16 વર્ષ સુધીની 16 બાળકીઓને બચાવવામાં આવી.