શોધખોળ કરો
સમાજવાદી પાર્ટીના નેતાનું નિવેદન, કહ્યું- કોંગ્રેસના કારણે મુસ્લિમો અનામતથી વંચિત
1/3

શિવસેના પર બોલતા આઝમીએ કહ્યું હતું કે શિવસેના ઇચ્છે છે કે મુસ્લિમોને પાંચ ટકા અનામત મળે. અમે તેનું સ્વાગત કરીએ છીએ.
2/3

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવતા આઝમીએ કહ્યું હતું કે ફડણવીસ સરકાર તેમનું જ સાંભળે છે જેમની પાસે તાકાત હોય છે. જો અમે મરાઠાઓની જેમ હિંસક થઈશું તો અમને ગોળી મારી દેવામાં આવશે.
3/3

મુંબઈ: સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ અબુ આઝમીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, મુસ્લિમોને કોંગ્રેસ પાર્ટીના કારણે અનામત મળ્યું નથી. પોતાના કાર્યકાળમાં કોંગ્રેસ ધાર્યું હોત તો મુસલમાનોને અનામત મળી ગયું હોત. અબુ આઝમીએ કહ્યું હતું કે અનામતની માંગણીને લઈને સ્કુલ બંધ કરાવીશું. સરકાર સાંભળતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો.
Published at : 04 Aug 2018 07:52 AM (IST)
View More





















